રવિવાર, 15 સપ્ટેમ્બર, 2024

માટીકામ સ્પર્ધા

આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર 2024 ને શુક્રવારના રોજ પીપરીયા પ્રાથમિક શાળા ખાતે માટીકામ સ્પર્ધા યોજવામાં આવી. જેની થીમ ગણેશ રાખવામાં આવી. બાળકો દ્વારા વિવિધ પ્રકારના ગણપતિ બનાવવામાં આવ્યા. સુંદર માટીકામ થકી બનાવેલા ગણપતિ માંથી ત્રણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બાળકો દ્વારા પોતાની આંતરિક સૂઝ થી સરસ મજાના ગણપતિ રજુ થયા. બાળકોની સર્જનાત્મક શક્તિને યોગ્ય દિશા મળી. આવા અવનવા કાર્યક્રમો થકી બાળકો શિક્ષણમાં વધારે આગળ વધી શકે છે. (સહકાર બદલાતા ભારત દૈનિક)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Teacher's day

...