vidyaadeep yojana

 

વિઘાદીપ યોજના

યોજનાનું નામવિદ્યાદીપ વીમા યોજના
યોજના ઉદ્દેશ/હેતુરાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય આ યોજનામાં રાખવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને સહાય ચૂકવવામાં આવે છે.
આવક મર્યાદાલાગુ પડતી નથી
પાત્રતાના ધોરણોઅણધારેલ, એકાએક અને બિનઇરાદાપૂર્વકનો બનાવ હોય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય તેવા અક્સ્માતના કિસ્સામાં અવસાન/કાયમી અપંગતતા થયેલ હોય તો આ સહાય મળવાપાત્ર થાય છે.
યોજના અંતર્ગત મળતી સહાયરૂ.૫૦,૦૦૦/-
અરજીની પ્રક્રિયાઅકસ્માતે અવસાન/ઇજાની તારીખથી ૧૫૦ દિવસમાં દાવો નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને રજૂ કરવાનો રહે છે.
અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારીનોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી તથા અમલીકરણ કચેરી તરીકે વીમા નિયામકશ્રીની કચેરી
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવાનાણા વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૩ના ઠરાવ ક્રમાંક: જવય-૧૦૨૦૧૧-ઓ-૩૦૮(IWDMS No.186826)-ન, ની જોગવાઇ ૯(B)માં દર્શાવ્યા અનુસાર.

વિદ્યાદીપ યોજનાના દાવાઓ રજુ કરવા અંગેના પરિપત્ર અને ઠરાવ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Teacher's day

...